//
you're reading...
General

Disappearance day of His Holiness Pujya Dongreji Maharaj (Gujarati)


૧૯૯૦માં ભાદરવામાં શુકતાલ કે જ્યાં શુકદેવજીએ પરીક્ષિતને ભાગવત કથા સંભળાવી હતી ત્યાં કથા સમયે તેમણે કહ્યું હતું, ‘આ જિંદગીની અંતિમ કથા છે’ અને કારતક વદ-૬ના દિવસે તેમણે વિદાય લીધી. શુકતાલની તેમની અંતિમ કથા બની રહી.

માલસર ખાતે ૧૯૭૭માં સમાધિસ્થ થયા ત્યાં મંદિર પાસેના ભોંયરામાં તેઓ ધ્યાન ધરતા. અહીં તેમના કથા નિવાસમાં તેમની પ્રતિમા છે અને આગળ મોટો ચોક છે જ્યાં ૩૦ વર્ષની વયે ડોંગરેજી મહારાજે પ્રથમ ગુજરાતી કથા કરી હતી.

ભાગવત કથાકાર શિરોમણિ બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ ગુર્જર ધરાના અનોખા સંત અને અનન્ય કૃષ્ણભક્ત હતા. પોતાની ભાગવત કથાને સાર્વજનિક સ્થળે અને સાર્વજનિક હેતુ માટે કરવાનું શ્રેય તેમને જાય છે. ભાગવતની ભાગીરથીને તેમણે ઘરના ઉંબરે-ઉંબરે પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું. ‘લાલો’ કહીને કૃષ્ણપ્રેમ નિતારતા ત્યારે નાભિના ઊંડાણમાંથી તેમનો અનન્ય ભક્તિભાવ પ્રગટ થતો હતો.ગાયકવૃંદ કે સંગીત વિનાની તેમની સીધીસાદી નિર્ભેળ કથામાં જાતે ધૂન કે ભજન બોલે અને લાખો લોકો તે ઝીલતા હતા. ૧૧૦૦ જેટલી કથા કરનાર ડોંગરેજી કદી વિદેશમાં કથા કરવા ગયા નહોતા તે તેમના અધ્યાત્મમાર્ગની વિશિષ્ટતા હતી.

૧૯૯૦માં ભાદરવામાં શુકતાલ કે જ્યાં શુકદેવજીએ પરીક્ષિતને ભાગવત કથા સંભળાવી હતી ત્યાં કથા સમયે તેમણે કહ્યું હતું, ‘આ જિંદગીની અંતિમ કથા છે’ અને કારતક વદ-૬ના દિવસે તેમણે વિદાય લીધી. શુકતાલની તેમની અંતિમ કથા બની રહી. ૧૯૪૯માં તેમણે વડોદરામાં સૌપ્રથમ મરાઠી ભાષામાં કથા કરી. જિંદગીની ૧૧૦૦ કથાઓમાંથી ૩૩ કથાઓ તેમણે વડોદરાથી ૬૦ કિ.મી. દૂર ડભોઇ પાસે આવેલા માલસર ખાતે અંગારેશ્વર અને સત્યનારાયણ મંદિર ખાતે નર્મદા તટે કરી હતી.

માલસર ખાતે ૧૯૭૭માં સમાધિસ્થ થયા ત્યાં મંદિર પાસેના ભોંયરામાં તેઓ ધ્યાન ધરતા. અહીં તેમના કથા નિવાસમાં તેમની પ્રતિમા છે અને આગળ મોટો ચોક છે જ્યાં ૩૦ વર્ષની વયે ડોંગરેજી મહારાજે પ્રથમ ગુજરાતી કથા કરી હતી. મંદિરના સ્થાપક માધવદાસજી મહારાજને તેમણે ગુરુ તરીકે મનોમન સ્વીકાર્યા હતા અને તેમની પ્રતિમા સમક્ષ દર વર્ષે પોષ માસમાં ત્યાં ભાગવત કથા કરતા હતા. આ સ્થળે તેમનાં અંતેવાસી સંધ્યાબહેન ઠાકર પણ તેમની પેઠે કથા કરતાં રહે છે. આ વર્ષે ભાગવત કથાકાર રમેશ ઓઝાની ભાગવત કથા તા. ૧૩-૧૧-૧૧થી શરૂ થઇ છે, જેની ૨૦-૧૧-૧૧ના રોજ પૂર્ણાહુતિ થશે.

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના પડદાવલી ગામનો તેમનો પરિવાર ચાર પેઢીથી વડોદરામાં સ્થાયી થયો હતો. ડોંગરેજીનો જન્મ તેમના મોસાળ ઇન્દોર ખાતે મામાને ત્યાં ૧પ-૨-૧૯૨૬ના રોજ થયો હતો. તેમનું મૂળ નામ રામચંદ્ર ડોંગરે તથા પિતાનું નામ કેશવ ગણેશ ડોંગરે અને માતાનું નામ કમલાદેવી હતું. ડોંગરેજીએ પ્રાથમિક અભ્યાસ વડોદરા ખાતે કર્યો હતો અને ૮ વર્ષની વયે ઉપનયન સંસ્કાર સમયે તેમનું ગુપ્ત નામ જ્ઞાનેશ્વર રખાયું હતું.

૧૯૩૯માં અમદાવાદના સંન્યાસ આશ્રમમાં વેદાંતનું શિક્ષણ પ્રાપ્ત કરીને પંઢરપુર ખાતે પુરાણ અને સંસ્કૃતનો અભ્યાસ કરીને બનારસ હિંદુ યુનિવર્સિ‌ટીમાંથી વેદાંતશાસ્ત્રની પરીક્ષામાં ઉત્ર્તીણ થયા હતા. બનારસમાં તેઓ વડોદરાના નરસિંહ શાસ્ત્રીના સંપર્કમાં આવ્યા અને પ્રથમ મરાઠી કથા વડોદરામાં કરીને કથાકાર્યનો આરંભ કર્યો હતો. જિંદગીભર ભાગવત કથાનો ધોધ વહેવડાવનાર ડોંગરેજીને તેમની કથાભૂમિ માલસર ખાતે જળસમાધિ આપવામાં આવી.

તેમની સ્મૃતિમાં માલસરમાં લાલગોપાલ સેવા ટ્રસ્ટ દ્વારા ડોંગરેજી સેવાભક્તિ આશ્રમની સ્થાપના કરાઇ છે. કથાકાર તરીકે તેમની અનેક વિશિષ્ટતાઓ હતી. તેઓ કદી કોઇના ગુરુ થતા નહીં અને ઇશ્વરને ગુરુ બનાવવાનું કહેતા. યજમાનની ખોટી પ્રશંસા ન કરતા અને પોતાની પણ પ્રશંસા-પ્રસિદ્ધિ ન થાય તેની સતત કાળજી રાખતા. તેમણે પોતે કોઇ સંસ્થા સ્થાપી નહીં. નિસ્પૃહ, અનાસક્ત અને સાદગીપૂર્ણ ભક્તિસભર તેમનું જીવન હતું. સીવ્યા વિનાનાં બે વસ્ત્રો, એક ધોતી બીજું ઉપવસ્ત્ર અને લંગોટી પહેરતા. સદાય કથાભ્રમણ કર્યું. કોઇ કાયમી સરનામું રાખ્યું નહીં. ન કશું માગ્યું, ન લીધું. દિવસમાં એકવાર ભોજન લેતા હતા.

પુણ્યસ્મૃતિ, મણિલાલ પટેલ

http://www.divyabhaskar.co.in/article/MAG-punyasmruti-manilal-patel-bhagavati-bhagirath-dongareji-maharaj-2569118.html

About Makwana

A student of Sanatan Vedic Dharma

Discussion

One thought on “Disappearance day of His Holiness Pujya Dongreji Maharaj (Gujarati)

  1. Its great to read this article of shri Dongreji Mharaj.

    Posted by TUSHAR PREMSAGAR JOSHI | May 10, 2013, 8:03 am

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Facebook

Archives

Blog Stats

  • 218,000 hits
%d bloggers like this: